જાણો શનિદેવને પ્રસન્ન કરવાના 5 સરળ અને સચોટ ઉપાય
શનિદેવને પ્રસન્ન કરવાના 5 સચોટ ઉપાય : જ્યારે શનિ અશુભ સ્થાન માં આવે છે, ત્યારે તે વ્યક્તિના જીવનમાં દુ:ખ, મુશ્કેલીઓ અને પરેશાનીઓથી લાવે છે. શનિવારે આ 5 સરળ ઉપાય કરવાથી શનિ પ્રસન્ન થાય છે અને તકલીફોમાં રાહત મળે છે. શનિ ને ન્યાય ના દેવ માનવા માં આવે છે આથી તે કોઈને વિના કારણ પરેશાન કરતાં નથી પણ જાતક ના પૂર્વ કર્મ એવા હોય તો જ એવું ફળ આપે છે.
જ્યારે શનિ ક્રોધિત હોય છે, ત્યારે વ્યક્તિને વ્યવસાય, કારકિર્દી, શિક્ષણ, વિવાહિત જીવન, પ્રેમ સંબંધ વગેરેમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારનો દિવસ સારો માનવામાં આવે છે.
Also Read : નવરાત્રી પહેલા આટલી વસ્તુ ઘરમાંથી દુર કરો.
શનિદેવને પ્રસન્ન કરવાના 5 સચોટ ઉપાય
શનિવારે કાળા અડદનું દાન– શનિવારે કાળા અડદનું દાન કરવાથી શનિદેવ ની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. કાળા અડદનો સંબંધ શનિ સાથે છે. તેથી શનિવારે તેનું દાન કરવાથી શનિ ની નાની અને મોટી પનોતી માં રાહત મળે છે.
સરસવનું તેલ ચઢાવો– શનિવારે નજીકના કોઈપણ શનિ મંદિરમાં શનિદેવને સરસવનું તેલ ચઢાવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શનિ જલ્દી પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપવા લાગે છે.
કાળી છત્રીનું દાન– કાળી છત્રીનું દાન કરવાથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે. કાળો રંગ શનિનો રંગ માનવામાં આવે છે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળી છત્રી દાન કરવાથી શનિ શુભ બને છે.
કાળા ધાબળાનું દાન– કાળો ધાબળો દાન કરવાથી પણ શનિ પ્રસન્ન થાય છે. આર્થિક રીતે નબળા લોકોને કાળો ધાબળો દાન કરવાથી શનિની અશુભતા દૂર થાય છે. દાન કરતી વખતે કોઈ પણ પ્રકારનો દેખાડો ના કરવો જોઈએ. આમ કરવાથી સંપૂર્ણ પરિણામ મળતું નથી.
રક્તપિત્તના દર્દીઓની સેવા કરવી– જે લોકો રક્તપિત્તના દર્દીઓની સેવા અને મદદ કરે છે તેમના પર શનિ પોતાની કૃપા વરસાવે છે. રક્તપિત્તના દર્દીઓને દવા આપવાથી અને તેમના માટે કલ્યાણકારી કાર્ય કરવાથી શનિ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે.
Also Read : ઘર ની આર્થિક સ્થિતિ સુધારવા માટે કરો આ ઉપાય
શનિદેવને પ્રસન્ન કરવાના 5 સચોટ ઉપાય ઉપર મુજબ છે , જો તમે પણ શનિ ને લીધે તકલીફ અનુભવી રહ્યા હો તો આ ઉપાય જરૂર કરો. જો તમને ફાયદો થયા તો આવીને કોમેન્ટ માં જરૂર લખજો. જો તમે ભારત ની બહાર રહેતા હો તો અત્યારે તમે ક્યા દેશમાં થી આ લેખ વાંચી રહ્યા છો એ દેશ નું નામ જરૂર જણાવો. આભાર
Comments on “જાણો શનિદેવને પ્રસન્ન કરવાના 5 સરળ અને સચોટ ઉપાય”