Rahu Remedy in Gujarati-રાહુ ના ઉપાય
રાહુ ના ઉપાય
Rahu Remedy in Gujarati : જો તમારું જીવન બધી રીતે બરાબર ચાલતું હોય અને અચાનક ધંધો ઠપ્પ થઇ જાય કે પારિવારિક સમસ્યા આવી જાય , પતિ પત્ની વચ્ચે અણબનાવ થાય કે કોઈ બીમારી આવી જાય તો શકાય છે કે એ રાહુનો પ્રભાવ હોય.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તમારા જીવનમાં જો કોઈ પરેશાની હોય તો મોટા ભાગે એ રાહુ દોષ ના લીધે હોય છે. લગભગ બધા જ લોકો કોઈ ને કોઈ કારણસર પરેશાન હોય છે ત્યારે અહી બતાવેલ ઉપાયો કરવાથી તમામ તકલીફો દુર થઇ શકે છે. જો તમારી સમસ્યા રાહુ દોષ ના લીધે હશે તો તમે જરૂર એનાથી મુક્ત થઇ શકશો. રાહુ અને કેતુ આ બે એવા ગ્રહો છે જેનું નામ કોઈને પણ ડરાવે છે. કુંડળીમાં બાકીના ગ્રહો કેવા છે, આ વાતની કોઈને પરવા નથી, પણ રાહુ-કેતુની જીવન પર શું અસર થશે, અથવા જીવન પર કેવી અસર પડશે, તે જાણવાની સૌને ઉત્સુકતા હોય છે . અહી રજુ કરીએ છીએ એક વિસ્તૃત સંશોધન આધારિત લેખ કે જે ખુબ જ સચોટ માનવામાં આવતી લાલ કિતાબ પર આધારિત છે.
રાહુ-કેતુને જ્યોતિષની ભાષામાં છાયા ગ્રહો કહેવામાં આવે છે. પણ ખરી વાત એ છે કે આ છાયા ગ્રહો પણ પોતાના શુભ અને અશુભ પરિણામ આપવામાં વાર નથી લગાડતા. રાહુ-કેતુ રાજયોગ પણ બનાવી શકે છે અને જો કોઈ વ્યક્તિની કુંડળીમાં તેમની સ્થિતિ દુષિત હોય તો તે જાતકને રાજા માંથી રંક પણ બનાવી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર હેઠળ રાહુ-કેતુને શાંત અને ખુશ રાખવાના ઘણા ઉપાયો છે, જે તમારી કુંડળીના આધારે જ યોગ્ય સાબિત થઈ શકે છે. આ લેખ દ્વારા, અમે તમને જણાવીશું કે રાહુ-કેતુની અસરો અને તેમને સંબંધિત ઉપાયો વિશે લાલ કિતાબ માં શું ઉપાયો બતાવેલ છે , જો કે સાવ સચોટ ઉપાય માટે તો તમારી જન્મ કુંડળી ને આધારે જ નિદાન થઇ શકે પણ આ બધા ઉપાયો પણ સફળ તો થઇ શકે છે.
Rahu Remedy in Gujarati
રાહુને લાલ કિતાબ હેઠળ ‘સરસ્વતી’ નામ પણ આપવામાં આવ્યું છે, કારણ કે તે ખરાબ અને સારા વિચારોનો કારક ગ્રહ છે. તેનો રંગ વાદળી છે અને બુધ, શનિ, કેતુ તેના અનુકૂળ ગ્રહો છે. બીજી તરફ શત્રુ ગ્રહોમાં સૂર્ય અને મંગળનો સમાવેશ થાય છે. ગુરુ અને ચંદ્ર એ રાહુ માટે સમ ( Neutral Planets ) ગ્રહો છે.
લાલ કિતાબની ભાષામાં રાહુને ‘કડાકા કરતી વીજળી’ એવું નામ આપવામાં આવ્યું છે, જે કોઈને પણ બાળીને રાખ કરી શકે છે. રાહુ જો તમારી કુંડળી ના 3,4,5,6,10 સ્થાનમાં હોય તો શુભ માનવામાં આવે છે અને જો તે 1, 2, 7, 8, 9, 11 કે 12 ભાવમાં સ્થિત હોય તો તે અશુભ ફળ આપે છે.
રાહુ સૂર્ય યુતિ : Rahu Sun Conjunction
જો રાહુ સૂર્ય સાથે બેઠેલ હોય , એક જ ખાના માં સાથે હોય અથવા તે સૂર્ય પર દ્રષ્ટિ કરતો હોય તો તે ગ્રહણ બનાવે છે. જો રાહુ સૂર્ય ના બદલે ચંદ્ર સાથે આ રીતે સંબંધ બનાવે તો તેની એટલી ખરાબ અસર થતી નથી.
રાહુ ચંદ્ર યુતિ : Rahu Moon Conjunction
જો રાહુ સૂર્ય ના બદલે ચંદ્ર સાથે આ રીતે સંબંધ બનાવે તો પણ ઉપર મુજબ ની અસર થાય છે પરંતુ આ અસર એટલી પ્રભાવશાળી હોતી નથી. તેની એટલી ખરાબ અસર થતી નથી.
રાહુ મંગળ યુતિ : Rahu Mars Conjunction
જો રાહુ મંગળ સાથે એક જ ખાના માં સાથે હોય તો તે જાતક ને ખૂબ જ કઠોર બનાવે છે. એકદમ કડક સ્વભાવ ધરાવતા હોય છે , જેનાથી ઘરના અન્ય લોકો ત્રાસી જાય છે. અવ જાતકો વાત વાત માં ઝગડા કરે છે.
રાહુ શુક્ર યુતિ : Rahu Venus Conjunction
જો શુક્ર સાથે હોય તો લગ્નમાં વિલંબની સાથે ચારિત્રને પણ નબળું પાડે છે. દામ્પત્યજીવન માં બાધાઓ આવે છે. જીવનસાથી નું વર્તન યોગ્ય હોતું નથી.
રાહુ બુધ યુતિ : Rahu Mercury Conjunction
લાલ કિતાબ અનુસાર જો રાહુ બુધ સાથે હોય તો તે શુભ હોય છે, અને જાતક ને કોઈ ખાસ પરેશાની થતી નથી. આવા જાતકો એ કોઈ વિધિ કરવાની મોટા ભાગે જરૂર પડતી નથી.પરંતુ તેનું ગુરુ સાથે બેસવું અશુભ ફળ આપે છે.
રાહુ ગુરુ યુતિ : Rahu Jupiter Conjunction
રાહુ જો ગુરુ સાથે એક જ ખાના માં હોય એટલે કે યુતિ કરતો હોય તો અશુભ ફળ આપી શકે છે, આમ તો આ બંને એક બીજા માટે સમ ગ્રહો છે , પણ તેમ છતાં ક્યારેક જન્મ કુંડળી ના અન્ય ગ્રહો ની સ્થિતિ ને આધારે સમસ્યા સર્જી શકે છે. આથી જરૂર જણાય તો જ ઉપાયો કરવા.
રાહુ શનિ યુતિ : Rahu Saturn Conjunction
જો રાહુ શનિ સાથે બેઠો હોય , યુતિ માં હોય તો તે શનિના દાસ તરીકે કામ કરે છે. આથી આવા સંજોગોમાં રહું નડતો નથી અને સામાન્ય રીતે શાંત રહે છે.
Rahu Remedy in Gujarati : રાહુ ના ઉપાય
લાલ કિતાબ અનુસાર, રાહુને શાંત કરવા અથવા પ્રસન્ન કરવાના ઉપાયો પણ છે. જો રાહુ કુંડળીમાં અશુભ હોય તો દર ગુરુવારે મૂળાનું દાન કરો અને વહેતા પાણીમાં કાચો કોલસો નાખી ને જળ પ્રવાહિત કરી દયો.
રાહુના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે ચાંદીનો ચોરસ ટુકડો તમારી સાથે રાખો, આવા ચાંદીના ચોરસ ટુકડા તમે એમેઝોન પર થી ખરીદી શકો છો. એમેઝોન પરથી મંગાવવા માટે અહી ક્લીક કરો. આ સિવાય આવો ચાંદી નો ચોરસ ટુકડો તમે ગળામાં પહેરી પણ શકો છો , ગળામાં પહેરાય એવું pendant મંગાવવા માટે અહી ક્લિક કરો. સિવાય સફાઈ કામદારોને લાલ મસૂર દાળનું દાન કરો.
જો તમારી કુંડળીમાં રાહુ રોગ માટે જવાબદાર હોય , તો તમારે વહેતા પાણીમાં દર્દી ના વજન જેટલા જવ ને પ્રવાહિત કરવા જોઈએ. પાણીમાં પ્રવાહિત કરવા ના બદલે તમે દર્દી ના વજન પ્રમાણે કોઈ ગરીબ વ્યક્તિને દાન પણ કરી શકો છો. તમારે સંયુક્ત કુટુંબમાં જ રહેવું જોઈએ.
રાહુની શાંતિ માટે તમે અડદની દાળ, કપડાં, સરસવ, કોઈપણ કાળું ફૂલ, તેલ, વગેરેનું દાન તમારી ક્ષમતા અનુસાર ગરીબોને કરો. આમ કરવાથી તમે તમારી બધી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકો છો. શનિવારને રાહુનો દિવસ કહેવામાં આવે છે, તેથી આ દાન શનિવારે જ કરો તો સારું રહેશે.
રાહુ અને કેતુ નો સ્વભાવ આમ તો સરખો માનવા માં આવે છે અને એના દુષિત થવા થી સર્જાતી સમસ્યાઓ પણ મોટા ભાગે સમાન હોય છે પરંતુ એના દોષ નિવારણ ના ઉપાય રાહુ અને કેતુ માટે અલગ અલગ છે.
રાહુ ને શાંત કરવા માટે કાચી વરીયાળી તમારા ઓશિકા નીચે રાખો.
વાદળી રંગ ના જીન્સ કે અન્ય કપડા પહેરવા નું ટાળો .
રાહુ ના બીજ મંત્ર – ॐ भ्रां भ्रीं भ्रौं सः राहवे नमः નો રોજ રાતે 108 વાર જપ કરો. આ મંત્ર વિષે વધુ માહિતી માટે નીચે આપેલ વિડીયો જુઓ.
અહી આપેલ બધી માહિતી અમારા નિષ્ણાંતો દ્વારા સંશોધન કરી ને તૈયાર કરવા માં આવેલ છે તથા Copyright Act થી સુરક્ષિત છે , આથી કોઈપણ રીતે નકલ કરવી નહિ.
કેતુ ના દોષ નિવારણ અંગે માહિતી માટે અહી ક્લિક કરો.
Comments on “Rahu Remedy in Gujarati-રાહુ ના ઉપાય”