AWAKEN THE GIANT WITHIN BOOK SUMMARY IN GUJARATI
AWAKEN THE GIANT WITHIN BOOK SUMMARY IN GUJARATI આદતોમાં બદલાવ કરીને કેવી રીતે ખુબ મોટી સફળતા મેળવી શકાય એના વિષે આ પુસ્તકમાં એકદમ વ્યવહારુ પ્રેક્ટીકલ માહિતી આપવામાં આવી છે.
જો તમે તમારી જિંદગી માં માનસિક, ભાવનાત્મક, આર્થિક અને શારીરિક બાબતોને એક લાઈન પર લાવવા માંગતા હો તો આ પુસ્તક AWAKEN THE GIANT WITHIN BY TONY ROBBINS તમારા માટે સૌથી યોગ્ય પુસ્તક છે. આ પુસ્તક ના લેખક ટોની રોબિન્સ એ Inner Strength, Unlimited Power of Money, Master the Game જેવા સફળ પુસ્તકો લખ્યા છે.
આપણા બધામાં અમર્યાદિત ક્ષમતા છે. પોતાના પર કાબુ કરીને આપણે આપણા જીવન પર નિયંત્રણ મેળવી શકીએ છીએ, ભાગ્યને આકાર આપતી શક્તિઓનો ઉપયોગ કરી શકીએ છીએ, જીવનમાં આપણે જે જોઈએ છે તે મેળવી શકીએ છીએ. તમારા જીવનની ગુણવત્તામાં પરિવર્તન લાવવા માટે તમે કેવી રીતે મૂળભૂત અને સ્થાયી ફેરફારો કરી શકો છો તે જણાવવા માટે ટોની રોબિન્સ દ્વારા આ પુસ્તકમાં એકદમ વ્યવહારુ પ્રેક્ટીકલ માહિતી આપવામાં આવી છે. આ Awaken the Giant Within Summary માં, અમે રોબીનની વિવિધ ટિપ્સ, ટૂલ્સ અને ટેકનિકોનો સારાંશ આપીશું જેથી તમારી અંદર રહેલા જાયન્ટ ( મહામાનવ )ને જાગૃત કરી શકો.
દરેક વ્યક્તિ પ્રતિભા અને તકો સાથે જન્મે છે અને આપણે બધા એક ફરક લાવવા ઈચ્છીએ છીએ. પણ , આપણી પાસે ધ્યાન અને આત્મવિશ્વાસનો અભાવ હોય છે. અહીં, રોબિન્સ તેના વિચારો, અનુભવો અને ભિન્નતાઓ તમને જણાવે છે, ઉદાહરણો અને ટીપ્સ સાથે તે તમને તમારી સાચી શક્તિઓ પ્રત્યે જાગૃત થવામાં અને પગલાં લેવામાં અમારી મદદ કરે છે. ચાલો પુસ્તકમાંના કેટલાક શક્તિશાળી વિચારો જોઈએ:
નિયમ 1 : ખરાબ ટેવોને દુઃખ સાથે અને સારી ટેવોને આનંદ સાથે સાંકળો.
દુનિયામાં કોઇપણ ક્રિયા પાછળ બે પૈકી કોઈ એક હેતુ હોય છે : 1. એ ક્રિયા દ્વારા તમે આનંદ મેળવો છો , અથવા કોઈ પીડા , તકલીફ ને દુર કરવા ઈચ્છો છો. ઉદાહરણ તરીકે તમે સંગીત સાંભળો છો તો આનંદ મેળવવા માટે સાંભળો છો.બીજું ઉદાહરણ છે કે તમને ના ગમતી હોય એવી નોકરી કરો છો, કારણ કે પૈસા ની તકલીફ ને તમે દુર રાખવા ઈચ્છો છો.
આ નિયમનો ઉપયોગ કરીને તમે ખરાબ ટેવો દુર કરી શકો છો અને સારી ટેવો વિકસાવી શકો છો. આમાં તમારે ફક્ત એટલું કરવા નું છે કે સારી ટેવો ને આનંદ સાથે સાંકળી લેવાની છે, જયારે ખરાબ ટેવ ને તકલીફ સાથે સાંકળી લેવા ની છે. ઉદાહરણ તરીકે જો તમે સિગારેટ છોડવા માંગતા હો તો લેખક જણાવે છે કે જયારે સિગારેટ પીવાનું મન થાય ત્યારે એની સાથે કોઈ ના ગમતી પ્રવૃત્તિ જોડી દો. જેમ કે હું 10 મિનીટ કસરત કાર્ય પછી સિગારેટ પીશ. તો તમને બેય રીતે ફાયદો થશે અને ધીમે ધીમે સિગારેટ પીવાની ટેવ ઓછી થશે. કારણ એક જયારે સિગારેટ પીવાનું મન થાય ત્યારે દર વખતે તમે કસરત કરી શકો એવી સ્થિતિમાં નહિ હોવ અને તમારું મન એ માટે કેળવાઈ ગયું હશે કે કસરત નહિ થાય તો સિગારેટ નહિ મળે.
આનાથી ઉલટું પણ કરી શકાય , જેમકે તમને કસરત કરવી ગમતી નથી તો એને કોઈ આનંદ સાથે જોડી દયો. જેમ કે હું કસરત કરીશ તો એક મનપસંદ ગીત સાંભળવા મળશે , જે સમાન્ય રીતે કામ ના ભારણ ને લીધે તમે સાંભળી શકતા નથી. પણ કસરત કરશો તો તે દરમ્યાન સાંભળી શકશો.
તમને આ પણ વાંચવાનું ગમશે :
નિયમ 2 : મનની સ્થિતિ માં બદલાવ લાવવા માટે અલગ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરો.
લેખક ટોની હંમેશા હકારાત્મક લાગણીઓને મજબૂત કરવા અને નકારાત્મક લાગણીઓને દુર કરવા માટે અસામાન્ય ભાષાનો ઉપયોગ કરે છે. તે આને પરિવર્તનશીલ શબ્દભંડોળ કહે છે. અંગ્રેજી ભાષામાં, લાગણીઓનું વર્ણન કરવા માટે 3,000 થી વધુ શબ્દો છે. તેમાંથી 66% નકારાત્મક લાગણીઓ માટે છે, જયારે સકારાત્મક લાગણીઓ માટે 33% ! આથી જયારે પણ માનસિક સ્થિતિ સારી ના હોય તો એને સારી કરવા માટે અલગ પ્રકારના શબ્દો નો ઉપયોગ કરો. જેમકે આ પરિસ્થિતિ બહુ ખરાબ છે એમ કહેવા ના બદલે આ પરિસ્થિતિ થોડી વધુ સારી હોત તો સારું , એમ કહો. ખરાબ સ્થિતિ માટે કઠોર શબ્દો નો ઉપયોગ ના કરો. જેમ કે બહુ ખરાબ છે એમ કહેવાના બદલે ઠીક ઠીક છે એમ કહો. જયારે એનાથી ઉલટું કોઈ વસ્તુ કે પરિસ્થિતિ સારી છે એમ કહેવાના બદલે એકદમ જોરદાર, મસ્ત છે એમ કહો.
નિયમ 3: તમારા પોતાના નિયમો બનાવો અને અન્ય લોકોને તેના વિશે કહો.
આપણા બધાના પોતાના નિયમો હોય છે જે નક્કી કરે છે કે આપણને શું ખુશ કરે છે અને શું નથી કરતું . ઘણી વાર આપણે એવા નિયમો બનાવીએ છીએ જેમાં આપણે બીજાને નિયંત્રણ આપીએ છીએ. ઉદાહરણ તરીકે, “જો મારા બોસ મને કહે કે મેં સારું કામ કર્યું છે તો હું ખૂબ ખુશ થઈશ.” આ સારો નિયમ નથી, કારણ કે તમે તમારી ખુશી તમારા બોસને સોંપો છો – જેને તમે નિયંત્રિત કરી શકતા નથી.
તેથી વધુ સારા નિયમો બનાવો. “જો હું આ ઇવેન્ટ પ્લાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઓછામાં ઓછો એક કલાક વિતાવીશ તો મને આનંદ થશે.” ઉપરના નિયમ કરતાં ઘણું સારું છે, કારણ કે આ એવી વસ્તુ છે જેને તમે નિયંત્રિત કરી શકો છો.
તમારા નિયમોને તમે જેટલું કરી શકો તેટલું બીજાને જણાવો, કારણ કે તમે સંભવતઃ અન્ય લોકો પાસે તમારા જેવા જ નિયમો હોય તેવી અપેક્ષા રાખી શકતા નથી. જ્યારે તમને લાગે કે તમારો બેસ્ટ ફ્રેન્ડ એ ખરેખર સારો મિત્ર નથી, કારણ કે તે તમને મહિનામાં માત્ર એક જ વાર ફોન કરે છે, તો એ તમારો નિયમ છે કે બેસ્ટ ફ્રેન્ડ્સ દર થોડા દિવસે એકબીજાને કૉલ કરે. તમારા મિત્રને કહો કે તમે જે માનો છો તે આ છે અને તે તમને એનો નિયમ જણાવશે, જે પછી તમારા બંનેને તમારા બંને માટે કામ કરે તેવો વધુ સારો ઉકેલ શોધવા દેશે. આમ તમે કઈ બાબતને સારી માનો છો એ બીજા લોકો ને જણાવવું જરૂરી છે જેથી એ લોકો તમને જણાવશે કે એમને શું સારું લાગે છે.
Three decisions that control your destiny:
ત્રણ નિર્ણયો જે તમારા ભાગ્યને નિયંત્રિત કરે છે: નિર્ણયો જ સૌથી મહત્વના છે , તમે જે નિર્ણયો લો છો એના આધારે જ તમારું ભવિષ્ય નક્કી થાય છે.
1.શું ધ્યાન કેન્દ્રિત કરવું
2. કઈ વસ્તુઓ તમારા માટે શું અર્થ ધરાવે છે
3. તમે ઇચ્છો તે પરિણામો મેળવવા માટે શું કરવું
“યાદ રાખો: સફળતા ખરેખર સારા નિર્ણયનું પરિણામ છે. સારો નિર્ણય એ અનુભવનું પરિણામ છે, અને અનુભવ ઘણીવાર ખરાબ નિર્ણયનું પરિણામ છે!”
“આ બાબતની સત્યતા એ છે કે એવું કંઈ નથી જે તમે પૂર્ણ કરી શકતા નથી.
જો: 1) તમે સ્પષ્ટપણે નક્કી કરો તમે શું હાંસલ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છો.
2) તમે મોટા પાયે પગલાં લેવા તૈયાર છો.
3) તમે ધ્યાન આપો છો કે શું કામ કરી રહ્યું છે અથવા નહીં,
“ટૂંકા ગાળાના સુધારાઓને બદલે, લાંબા ગાળાના પરિણામો માટે તમારી જાતને પ્રતિબદ્ધ કરવાનો નિર્ણય એ તમારા જીવનકાળમાં તમે જે નિર્ણય લેશો એમાં સૌથી મહત્વપૂર્ણ છે. આ કરવામાં નિષ્ફળ જવાથી માત્ર ભારે નાણાકીય અથવા સામાજિક પીડા જ નહીં, પરંતુ કેટલીકવાર અંતિમ વ્યક્તિગત પીડા પણ થઈ શકે છે.”
“જાણો કે તે તમારા નિર્ણયો છે, અને તમારી શરતો નથી, જે તમારું ભાગ્ય નક્કી કરે છે.”
નિર્ણયોની શક્તિનો ઉપયોગ કરો:
નિર્ણય લેવાની સાચી શક્તિને યાદ રાખો
સમજો કે કંઈપણ હાંસલ કરવા માટેનું સૌથી મુશ્કેલ પગલું એ સાચી પ્રતિબદ્ધતા, સાચો નિર્ણય છે
નિર્ણયો વારંવાર લો
તમારા નિર્ણયોમાંથી શીખો
તમારા નિર્ણયો માટે પ્રતિબદ્ધ રહો, પરંતુ તમારા અભિગમમાં લવચીક રહો
નિર્ણય લેવામાં આનંદ રહે
tony robbins book,tony robbins book summary,awaken the giant,awaken the giant within book,awaken the giant within book summary,awaken the giant within robbins,awaken the giant within by tony robbins,tony robbins awaken giant,awaken the giant within summary,awaken the giant within review,awaken the giant within video,awaken the giant withing book summary video,awaken the giant within pdf,awaken the giant within audiobook,robbins awaken the giant,wake the giant