આ રીતે દવા વગર કુદરતી રીતે મટાડો ડાયાબીટીસ – Treat Diabetes Naturally
How to Treat Diabetes Naturally : સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ડાયાબીટીસ એકવાર થઇ જાય તો જીવનભર દવા લેવી પડે, ડાયાબીટીસ મટે નહિ. પણ જ્યાં મેડીકલ સાયંસ કામ ના આવે ત્યાં પ્રકૃતિ માતા કામ કરે છે. ઘણાં આવા રોગો છે જેમાં મેડીકલ સારવાર કામ ના આવે પણ કુદરતી ઉપચાર થી સારું થઇ જાય. ડાયાબીટીસ પણ એક આવો રોગ છે , જેને કાયમી રીતે મટાડવા નું મેડીકલ માં શક્ય નથી. તો કુદરતી ઉપચાર થી કેવી રીતે મટાડી શકાય એ વિષે આજે આપણે વાત કરીશું.
જો તમને કોઈ પણ જાતના ડાયાબીટીસ ના લક્ષણો દેખાય, તો તમારે ખાતરી કરવા માટે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. અને જો તમને ડાયાબિટીસ હોવાનું નિદાન થયું હોય તો પણ તમારા માટે એ જાણવું અગત્યનું છે કે આ એક સામાન્ય અને સંભાળ રાખીને સ્વસ્થ રહી શકાય એવી બીમારી છે. જો તમે તમારા ખાંડના સ્તરને નિયંત્રણમાં રાખો છો, ડાયાબિટીસના આહારનું પાલન કરો છો, તો તમે તંદુરસ્ત જીવન જીવી શકો છો. ડાયાબિટીસને કેવી રીતે નિયંત્રિત કરવું તે શીખવું, ઘરેલું ઉપચાર અને ડાયાબિટીસ માટે આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવો- આ બધું તમને તમારા ડાયાબિટીસ ને વધુ કુદરતી રીતે સારું કરવામાં મદદ કરી શકે છે.
Symptoms of Diabetes – ડાયાબીટીસ ના લક્ષણો :
તમને વારંવાર અથવા વધારે તરસ લાગે છે.
વારંવાર પેશાબ કરવા જવું પડે.
વજન ઘટાડવા માટે કોઈ પ્રયાસ કર્યા વગર વજન ઘટવા માંડે.
પેશાબમાં કીટોન્સની હાજરી. …
થોડુક કામ કરતાં થાકી જવાય
ચીડિયાપણું અનુભવવું અથવા મૂડમાં અન્ય ફેરફારો.
જોવા માં તકલીફ પડે, ઝાંખું દેખાય
ચાંદા કે ઘા ને રૂઝાવા માં વાર લાગે.
જો ઉપર મુજબ ના લક્ષણો દેખાય તો તમને ડાયાબીટીસ હોવાની શક્યતા છે, માટે તરત ડોક્ટર નો સંપર્ક કરો.
અહી કેટલાંક કુદરતી ઉપચાર જણાવ્યા છે , જેની મદદથી તમે તમારા ડાયાબીટીસ ને નિયંત્રણ માં રાખી શકો છો, અથવા મટાડી શકો છો.
તમને આ પણ વાંચવું ગમશે : Air Fryer વિષે ગુજરાતીમાં માહિતી
Remedies to treat diabetes naturally:
Regular Exercise:
તમારા શરીરમાં ખાંડ નું પ્રમાણ વધી જાય અને તમારું શરીર એનો યોગ્ય ઉપયોગ ના કરી શકે એને ડાયાબીટીસ કહેવાય. નિયમિત કસરત કરવાથી તમારા શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં મદદ મળી શકે છે. આનો અર્થ એ છે કે તમારું શરીર તમારા લોહીના પ્રવાહમાં ખાંડનો વધુ ઉપયોગ કરવામાં સક્ષમ બનશે.
Diabetic Diet:
ડાયાબિટીક આહાર એટલે એવો ખોરાક કે જે તમારા શરીર માં ખાંડ નું પ્રમાણ વધવા ના દે અને ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય હોય. તેમાં ડાયાબિટીક ખોરાક જેવા કે ઓછા કાર્બોહાઇડ્રેટ ખોરાક, નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાક અને ઉચ્ચ ફાઇબરવાળા ખોરાકનો સમાવેશ થાય છે. આ બધા સુનિશ્ચિત કરે છે કે લોહીમાં શર્કરાનું સ્તર વધતું નથી. આમાં, તમારા કાર્બોહાઇડ્રેટના સેવન પર નિયંત્રણ રાખવું પણ જરૂરી છે. કાર્બોહાઇડ્રેટનું વધુ સેવન કરવાથી તમારા બ્લડ સુગરનું સ્તર વધી શકે છે. તેવી જ રીતે, જવ, મસૂર, કઠોળ વગેરે જેવા ખોરાક પસંદ કરવાથી, જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય તે તમને લોહીમાં શર્કરાના સ્તરને ઓછું રાખવામાં મદદ કરી શકે છે.
What is Glycemic Index ?
Glycaemic Index – ગ્લાયકેમિક ઇન્ડેક્સ શું છે ?
ગ્લાયકેમિક ઇન્ડેક્સ (Glycemic Index – GI) એ કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતા ખોરાક માટે રેટિંગ સિસ્ટમ છે. તે દર્શાવે છે કે દરેક ખોરાક તમારા લોહીમાં ખાંડ (ગ્લુકોઝ) નું સ્તર કેટલી ઝડપથી વધારે છે. ઓછો glycemic index ધરાવતા ખાદ્ય પદાર્થો તમારા લોહીમાં ખાંડ નું પ્રમાણ બહુ વધારતા નથીમાટે તમારે આવા પદાર્થો નું વધારે સેવન કરવું જોઈએ.
Control Stress Levels: માનસિક તણાવ ઓછો કરો.
માનસિક તણાવ, સ્ટ્રેસ પણ ડાયાબિટીસ માટે કારણભૂત બની શકે છે. આથી શક્ય એટલો સ્ટ્રેસ ઓછો કરો. સ્ટ્રેસ ઓછો કરવ માટે યોગ , પ્રાણાયામ , ધ્યાન વગેર કરી શકે. કૃત્રિમ રીતે, કોઈ કારણ વગર હસવા નું રાખો. મોટે થી હસો , ખડખડાટ હસો. આમ કરવા થી પણ સ્ટ્રેસ ઓછો થાય છે.
હવે જોઈએ આ માટે ના કેટલા આયુર્વેદિક પ્રયોગો :
તમને આ પણ વાંચવું ગમશે : શક્તિનો ભંડાર છે રસોડાની આ 5 ચીજો
Ayurvedic Home Remedies To Treat Diabetes Naturally :
Cinnamon – તજ :
તજ એ દરેક ભારતીય રસોઈમાં ઉપયોગમાં લેવાતો સામાન્ય મસાલો છે. સ્વાદ અને સુગંધ વધારનાર તજ માં ફાયદાકારક એન્ટિ-ડાયાબિટીક ગુણધર્મો પણ છે, એવું માનવામાં આવે છે કે તે લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડવામાં ઇન્સ્યુલિન જેવા જ ગુણધર્મો ધરાવે છે. ઇચ્છિત અસર મેળવવા માટે દરરોજ અડધી ચમચી તજ પાવડર લેવાની ભલામણ કરવામાં આવે છે. તેને પાવડર બનાવવાને બદલે તેના કુદરતી સ્વરૂપમાં ચાવી ને પણ ખાઈ શકાય છે.
Fenugreek – મેથી દાણા :
મેથીના દાણામાં લોહીમાં શર્કરા ઓછી કરવાના ગુણો ભરપૂર પ્રમાણમાં હોય છે. આ છોડના પાન શાકમાં નાખી ને પણ નિયમિત સેવન કરી શકાય છે. મેથી નિયમિત અંતરાલ પર લેવામાં આવે ત્યારે ઇન્સ્યુલિનની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરે છે. એક ચમચી મેથીદાણા એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને જોઈએ અને મેથીદાણા સાથેનું પાણી ખાલી પેટ સવારે પીઓ. પાણી પીધા પછી આગામી 30 મિનિટ સુધી કોઈ ખોરાક કે દવાઓ ન લેવી જોઈએ. અઠવાડિયામાં 2-3 વાર આમ કરો.
Bitter Gourd- કારેલાં :
કારેલા એ ડાયાબિટીસની ઘરગથ્થુ સારવાર માટેનો એક પ્રાચીન ઉપાય છે. તેનો રસ કાઢી ને પી શકે છે , અથવા શાક બનાવીને ખોરાક સાથે ખાઈ શકાય છે. ઘણા લોકો કારેલાને ઉકાળ્યા પછી તેનો સૂપ પીવાનું પસંદ કરે છે. જ્યારે દરરોજ સવારે ખાલી પેટ લેવામાં આવે ત્યારે શ્રેષ્ઠ અસરો મેળવી શકાય છે. કારેલા લેતી વખતે સાવચેત રહો કારણ કે તે હાઈપોગ્લાયકેમિઆ અથવા લો બ્લડ સુગર લેવલ તરફ દોરી શકે છે. કારેલાં બહુ વધારે પ્રમાણ માં ના લેવા , કારણ કે આના થી વધારે પ્રમાણ માં શર્કરા ઘટી જવા ની શક્યતા છે.
Vitamin C – વિટામિન સી :
આશ્ચર્ય થયું ને કે ડાયાબિટીસ માં વિટામિન સી નું શું કામ છે ! પણ હાલમાં જ થયેલા એક નવા સંશોધન અનુસાર રોજ 1000 mg જેટલું વિટામિન સી લેવાથી લોહીમાં શર્કરા નું પ્રમાણ જાળવવા માં મદદ મળે છે, અને FBS, TG, LDL, HbA1c and serum insulin માં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. જેમાંથી વિટામિન સી મળતું હોય એવા ફળો , ખાસ કરીને ખાતા ફળો નિયમિત લેવા નું રાખો.
Indian Gooseberry – આમળા :
આમળા વિટામિન સીના સૌથી સમૃદ્ધ સ્ત્રોતોમાંનું એક છે; અને લોહીમાં શર્કરાનું સ્તર સંતુલિત રાખવામાં મદદ કરવા માટે જાણીતું છે. તમે રોજ કાચા આમળાનું સેવન કરી શકો છો અથવા 1 ચમચી આમળા નો રસ એક કપ કારેલાના રસમાં ભેળવીને રોજ પી શકો છો. તમે 2 ચમચી આમળા ના રસ ને એક કપ પાણીમાં મિક્સ કરીને દરરોજ સવારે ખાલી પેટ પી શકો છો.
Jamun – કાળા જાંબુ :
જાંબુ આખા વર્ષ દરમિયાન ઉપલબ્ધ નથી હોતાં આથી જ્યારે માંડે ત્યારે ખાઓ. જાંબુ ના ઝાડના પાન લોહીમાં શાર્કરનું પ્રમાણ ઘટાડે છે. દરરોજ 100 ગ્રામ આ ફળ ખાવાથી બ્લડ ગ્લુકોઝના સ્તરમાં સારો ફેરફાર થઈ શકે છે. જો જાંબુ ના મળે તો એનો પાવડર કે ચરણ અને ટેબલેટ પણ મળે છે એનો પણ ઉપયોગ કરી શકાય.
Restrict the White Stuff – સફેદ પદાર્થો :
સફેદ પદાર્થો જેવા કે , ખાંડ , મેંદો, ચોખા લોહીમાં શર્કરાના સ્તર અને ઇન્સ્યુલિનના સ્તરમાં વધારો કરે છે, જે ઇન્સ્યુલિન પ્રતિકાર અને વજનમાં વધારો કરે છે. સફેદ બ્રેડ, સફેદ ચોખા, બટાકા, સફેદ ખાંડ અને સફેદ પાસ્તા જેવા આ “સફેદ” ઉત્પાદનો નું પ્રમાણ સાવ ઓછું કરી નાખો અથવા બંધ કરી દો. આમ કરવાથી, ઇન્સ્યુલિન નું સ્તર અને લોહીમાં ખાંડના સ્તરને વધતા અટકાવવામાં મદદ મળી શકે છે.