10 Extraordinary Traits of a Gifted Child – આ 10 બાબતો હોય તો તમારું બાળક છે અત્યંત પ્રતિભાશાળી
10 Extraordinary Traits of a Gifted Child : દરેક બાળક વિશેષ હોય છે અને તેની પાસે અનન્ય ક્ષમતાઓ હોય છે. પરંતુ કેટલાક બાળકો અદ્ભુત પ્રતિભા ધરાવતા હોય છે. અંગ્રેજીમાં આવા અનન્ય પ્રતિભા ધરાવતા બાળકો ને gifted child કહેવામાં આવે છે. એટલે કે કુદરત દ્વારા તેમને આવી પ્રતિભા ની ભેટ મળેલી હોય છે. નીચે એવા કેટલાક લક્ષણો ની વાત કરી છે , જે દર્શાવે છે કે તમારું બાળક gifted છે. જો કે આ બધા જ લક્ષણો એકસાથે હોય તો જ gifted કહેવાય એવું કઈ નથી. અને કદાચ આમાં નું એક પણ લક્ષણ ના હોય તો એ બાળક ઠોઠ કે મંદ બુદ્ધિ હોય એવું પણ જરૂરી નથી. કેટલાક બાળકો માં છુપી પ્રતિભા પણ હોઈ શકે છે, જે સમય આવે ત્યારે પ્રદર્શિત થતી હોય છે.
આવા 10 લક્ષણો નીચે મુજબ છે.
10 Extraordinary Traits of a Gifted Child
Number 1: Curiosity – કુતુહલ : આવા બાળકોમાં દરેક બાબત માટે કુતુહલ હોય છે. આવા બાળકો સતત દરેક બાબત માટે સવાલો કરતા હોય છે કે આ આવું કેમ છે , આમ કેમ થાય , અવું કેવી રીતે બને, આ વસ્તુ શું કામ આવે વગેરે. તેમના માં નવું નવું શીખવા ની ધગસ હોય છે.
Number 2: High IQ – ઉચ્ચ બુદ્ધિ આંક : : અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા Gifted Child વિદ્યાર્થીઓનો આઈક્યુ 130 કરતા વધારે હોય છે. અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન અનુસાર, આઈક્યુ (ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ) એ મનોવૈજ્ઞાનિક પરીક્ષણો પર આધારિત વ્યક્તિના બુદ્ધિ સ્તરનું પ્રમાણભૂત માપ છે. માનસિક વયને જન્મ આધારિત વાસ્તવિક વય દ્વારા વિભાજીત કરીને અને તેને 100 વડે ગુણાકાર કરીને તેની ગણતરી કરવામાં આવે છે. એટલે કે આવું બાળક પોતાની ઉંમર ના પ્રમાણમાં વધારે સમજુ હોય છે.
Number 3: High Creativity – ઉચ્ચ સર્જનાત્મકતા : અસાધારણ બુદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ ઘણીવાર આબેહૂબ કલ્પના અને સર્જનાત્મક વિચાર પ્રદર્શિત કરે છે. આવા બાળકો મોટા ભાગે અન્ય કરતા અલગ , કલ્પના બહાર નું વિચારી શકતા હોય છે. આ હોશિયાર બાળકોના સૌથી વધુ મહત્વના લક્ષણો માં નું એક છે. હોશિયાર બાળકો ઘણીવાર મજબૂત કલ્પના દર્શાવતા હોય છે, જેમાં માતા-પિતા અને શિક્ષકો અપેક્ષા ના રાખી હોય તેવી વાર્તાઓ ઘડી કાઢવા ની ક્ષમતા હોય છે. આ બાળકો ઘણીવાર તેમની મૌખિક, લેખિત અથવા કલાત્મક બાબતો માં મૌલિકતા દર્શાવે છે અને તેમને અત્યંત સર્જનાત્મક તરીકે જોવામાં આવે છે. હોશિયાર બાળકો કલ્પનામાં સમય પસાર કરી શકે છે.
તમને આ વાંચવાનું પણ ગમશે : સરકાર વધારે રૂપિયા કેમ છાપતી નથી ?
Number 4: Keen Observation – કુશળ નિરીક્ષણ શક્તિ : આવા બાળકો ની નિરીક્ષણ શક્તિ ખુબ જ પાવરફુલ હોય છે. આજુબાજુ ની બાબતો પ્રત્યે તેઓ સંવેદન શીલ હોય છે. આસપાસ ની ઘટનાઓ ની તેઓ નોંધ લેતા હોય છે અને તેના પર વિચાર કરતા હોય છે. જે બાળકો આ જૂથમાં આવે છે તેમની પાસે સમાન વયના અન્ય બાળકો કરતાં વધુ તીવ્રતાથી વિગતો પસંદ કરવાની ક્ષમતા હોઈ શકે છે. ભલે પુસ્તક વાંચતા હોય, ટીવી જોતા હોય, હોશિયાર વિદ્યાર્થીઓ નાનામાં નાની વિગતો પર ધ્યાન આપતા હોય છે, જે સામાન્ય લોકો ચુકી જતા હોય છે.
Number 5: Problem Solving : સમસ્યા સમાધાન : આવા બાળકો સમસ્યા થી ડરતા નથી પણ એનું સમાધાન શોધી કાઢવા માં નિપુણ હોય છે. ભલે આવું સમાધાન કે ઉપાય ક્યારેક યોગ્ય ના હોય પણ તેઓ પ્રયત્ન જરૂર કરે છે, આવા બાળકો ને સમસ્યા નો ઉપાય શોધી કાઢવા માં આનંદ મળે છે. હોશિયાર બાળકો સામાન્ય રીતે જટિલ સમસ્યાને ઉકેલવા સિવાય બીજું કંઈ જ પસંદ કરતા નથી, જેના વિશે અન્ય કોઈએ વિચાર્યું ન હોય. આ બાળકો, સામાજિક સમસ્યાઓની કલ્પના કરવા માટે અદ્યતન જ્ઞાનાત્મક અને અસરકારક ક્ષમતા ધરાવે છે.
Number 6: Sense of Humor – રમુજ વૃતિ : આવા બાળકો ને રમુજ કરવા નું બહુ પસંદ હોય છે. સામાન્ય બાળકો ને ના સમજાય એવી બાબત માં પણ તેઓ રમુજ શોધી કાઢે છે. આવા બાળકો શબ્દો પર વિશેષ ધ્યાન આપતા હોય છે અને એમાંથી વ્યંગ શોધી કાઢે છે.
Number 7: Advanced Cognitive Abilities – ઉચ્ચતમ સમજણ શક્તિ : આવા બાળકો ખુબ સારી સમજણ શક્તિ ધરાવતા હોય છે, મોટા ભાગની બાબતો પોતાની મેળે સમજી લે છે. આવા બાળકો ને તમારા માર્ગ દર્શન ની બહુ જરૂર પડતી નથી. જ્ઞાનાત્મક ક્ષમતામાં યાદ શક્તિ , તર્ક, સમસ્યાનું નિરાકરણ, ધ્યાન અને માનસિક કૌશલ્યની શ્રેણીનો સમાવેશ થાય છે. આનાથી લોકો માહિતીનું પૃથ્થકરણ કરી શકે છે અને તે મુજબ નિર્ણયો લઈ શકે છે, જેમાં બૌદ્ધિક કાર્યો સામેલ છે. હોશિયાર મગજ ધરાવતા વિદ્યાર્થીઓની સકારાત્મક વિશેષતાઓમાંની એક માહિતી ઝડપથી પ્રક્રિયા ( Fast Information Processing ) કરવાની તેમની ક્ષમતા હોય છે.
Number 8: Advanced Language Skills – અદ્ભુત ભાષા ક્ષમતા : હોશિયાર વિદ્યાર્થીઓમાં ઉત્કૃષ્ટ અને આત્મવિશ્વાસપૂર્ણ ભાષાકીય કૌશલ્ય ખૂબ જ સામાન્ય છે. તેઓ વાંચવાનું પસંદ કરે છે, જે તેમની શબ્દભંડોળ અને મૌખિક સંચાર કુશળતાને વધારે છે. દરેક શબ્દ નો સુક્ષ્મ અર્થ તેઓ સમજી શકતા હોય છે.
Number 9: Confident – આત્મવિશ્વાસ: આવા બાળકો સ્વતંત્ર રીતે વિચારી ને નિર્ણય લઇ શકતા હોય છે. તેઓ માં ખુબ જ આત્મ વિશ્વાસ હોય છે.પોતાની ઉંમર કરતા વધારે સમજદાર હોવા ના લીધે તેઓ આમ કરી શેક છે.
Number 10: Good Focus and Concentration : કોઇપણ બાબત માં સારી રીતે ધ્યાન આપી શકે છે. જો કોઈ કામ કરતા હોય તો સંપૂર્ણ પાને એમાં જ ધ્યાન હોય છે, ત્યારે એમને રમવા જવાનું યાદ નથી આવતું . તેઓ પોતાન કામ માં જ મશગુલ હોય છે.
તમને આ પણ ગમશે : વિશ્વની સૌથી વૈભવી રેલગાડીઓ
Conclusion : હોશિયાર બાળકોની લાક્ષણિકતાઓને ઓળખવી અને તેનું પાલનપોષણ કરવું એ એક જવાબદારી છે જેમાં સંવેદનશીલતા, સમજણ અને અનુકૂલનક્ષમતા જરૂરી છે. હોશિયાર વિદ્યાર્થીઓની અનન્ય પ્રતિભા અને રુચિઓને પ્રોત્સાહન આપતા વાતાવરણનું નિર્માણ તેમને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવામાં મદદ કરે છે. માતાપિતા અને શિક્ષકોની જવાબદારી છે કે તેઓ તેમના અસાધારણ ગુણોને અપનાવે અને તેમની ગતિ અનુસાર તેમના વિકાસને ટેકો આપવા માટે પ્રયત્નો કરે.