Free Mobile Sahay Yojana Gujarat 2023 Online
Free Mobile Sahay Yojana Gujarat 2023 Online : smartphone sahay yojana online, smartphone sahay yojana form, smartphone sahay yojana online, smartphone sahay yojana application, mobile sahay yojana gujarat 2023, smartphone sahay yojana gujarat, smart phone sahay yojana, ikhedut Portal 2023, Gujarat Farmer Free Smartphone Scheme 2023 Registration.
ikhedut portal એ ગુજરાત સરકાર ના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો ને ઉપયોગી યોજનો ની માહિતી માટે ની અધિકૃત સરકારી વેબસાઈટ છે. જેમાં વર્ષ 2023-24 માટે યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં પશુપાલની યોજનાઓ અને અન્ય ખેતી ને લગતી ઘણી યોજનાઓ કાર્યરત છે. આ યોજનાઓ નો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે.
આજનો ખેડૂત હવે સ્માર્ટ બની રહ્યો છે, મોટાભાગના લોકો પાસે સ્માર્ટ ફોન છે અથવા ખરીદવા ઈચ્છે છે. તો આ માટે દરેક ખેડૂત સરળતા થી મોબાઈલ ખરીદી શકે એ માટે આ Free Mobile Sahay Yojana Gujarat 2023 Online શરુ કરવા માં આવી છે.
Free Mobile Sahay Yojana Gujarat 2023 નો લાભ લેવા માટે શું શું ડૉક્યુમેન્ટ જોઈએ, કેવી રીતે લાભ મળે તેની માહિતી અહી આ લેખ માં આપેલ છે.
કોને લાભ મળી શકે ?
રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન પર ખરીદી પર સહાય મેળવવા માટે તેની પાત્રતા ગુજરાત સરકાર ના કૃષિ વિભાગ દ્વારા નક્કી કરાયેલ છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ.
- આ સહાય ફક્ત એક જ વાર મળશે.
- સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને 8 અ ના પત્રક માં દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
- આ સહાય ફક્ત સ્માર્ટફોન લની ખરીદી માટે જ રહેશે. સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે પાવર બેન્ક, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.
આ યોજના હેઠળ કયા કયા લાભ મળી શકે ?
Free Mobile Sahay Yojana Gujarat 2023 (ખેડૂત મોબાઈલ સહાય યોજના) માં પહેલા મોબાઈલ ની ખરીદ કિંમત ના ફક્ત 10 ટકા રકમ ની સહાય આપવામાં આવતી હતી, આ રકમ હવે વધારીને 40 ટકા કરવા માં આવી છે. સહાય ની રકમ ખરીદ કિંમત ના 40 ટકા અથવા રૂપિયા 6000 બે માં થી જે રકમ ઓછી હોય એટલી રકમ મળવા પાત્ર થશે. ખેડૂત ગમે એટલી રકમ નો મોબાઈલ ખરીદે પણ સહાય વધુમાં વધુ રૂપિયા 6000 સુધી મળશે.
આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર ના અધિકૃત વેબ પોર્ટલ ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.
Free Mobile Sahay Yojana Gujarat 2023 સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ :
Documents required for Free Mobile Sahay Yojana Gujarat 2023 :
ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
રદ કરેલ ચેકની નકલ
બેંક ખાતાની પાસબુક
સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર તથા મોબાઈલનો IMEI નંબર ધરાવતું અસલ બિલ
ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ , 8 અ ના નમુના ની નકલ
આ યોજના માટે ગુજરાત સરકાર ની અધિકૃત વેબ સાઈટ ikhedut portal પર Online અરજી કરવાની હોય છે.
આ યોજના માટે ખેડૂત લાભાર્થી એઓનલાઈન અરજી કરી ને પછી તાલુકા કક્ષા એ તે અરજી ની પ્રિન્ટ કાઢી ને જમાં કરવાની રહેશે.જેમાં વધું માહિતી મેળવવા માટે લાભાર્થી તેમના ગામ ના ગ્રામ સેવક નો સંપર્ક કરી શકે છે.
આ યોજના માટે લાભાર્થી વધુ માહિતી માટે તાલુકા કક્ષા એ વિસ્તરણ અધિકારી ની ઓફીસ ની સંપર્ક કરી શકે છે.અને જો વધુ માહિતી જોઈતી હોય તો આપ જિલ્લા કક્ષા એ જિલ્લા ખેતીવાડી અધિકારી ની કચેરી નો સમ્પર્ક કરી શકો છો.
આ યોજના માટે ગુજરાત સરકાર ની અધિકૃત વેબ સાઈટ ikhedut portal પર Online અરજી કરવાની હોય છે.