Jio Air Fiber – લોન્ચ થઇ ગયું – આ છે પ્લાન
What is Jio Air Fiber?
Jio Air Fiber એ આધુનિક વાયરલેસ ઈન્ટરનેટ સેવા છે. આમાં તમારે કોઈ ઈંસ્ટોલેશન કરાવવા ની જરૂર નથી પડતી.ફક્ત એના માટે ની એક ડીવાઈસ નો ઉપયોગ થી તમે ખુબ જ હાઈ સ્પીડ ઈન્ટરનેટ મેળવી શકો છો. આ સાધન ને પ્લગમાં ભરાવી ને તરત જ ચાલુ કરી શકાય છે. જેમાં કોઈ પણ પ્રકારનું વાયરીંગ કરવું પડતું નથી. ઉપર ચિત્રમાં ડાબે દર્શાવેલ છે એ આ સાધન છે. સામાન્ય બ્રોડબેન્ડ અથવા અન્ય ફાઈબર ઈન્ટરનેટ કરતાં અનેક ગણી વધારે ઝડપ આમાં મેળવી શકાય છે.
What will be the speed of Jio AirFiber?
આમાં 1.5 Gbps સુધીની સ્પીડ મેળવી શકાય છે. આટલી સ્પીડમાં ફક્ત એક સેકન્ડમાં HD ક્વોલિટીની 6 ફિલ્મો ડાઉનલોડ કરી શકાય છે.
When it Jio AirFiber will be available?
Jio એ તારીખ 19 સપ્ટેમ્બર ના રોજ ગણેશ ચતુર્થી ના દિવસે એર ફાઈબર સેવા શરૂ કરી છે. એર ફાઈબરમાં, યુઝરને 1.5 Gbps સુધીની સ્પીડ મળશે, જેથી તમે હાઈ-ડેફિનેશન વિડિયો સ્ટ્રીમિંગ, ઑનલાઇન ગેમિંગ અને વિડિયો કોન્ફરન્સિંગનો આનંદ માણી શકશો.
What will be the price of Jio AirFiber?
Jio AirFiber સેવા માટે ઉપયોગમાં લેવાતું સાધન નવી ટેકનોલોજી ધરાવે છે , આથી શરૂઆત માં કદાચ થોડું મોંઘુ હોઈ શકે છે. અંદાજીત રીતે કદાચ આ સાધન લગભગ રૂપિયા 6000 માં મળશે.અત્યારે હાલ ઉપલબ્ધ jio ફાઈબર બ્રોડ બેન્ડ નું કનેક્શન મેળવવા માટે તમારે કેબલ ઈંસ્ટોલેશન કરાવવું પડે છે. કદાચ રાહ પણ જોવી પડે છે. કારણકે એના ટેકનીકલ સ્ટાફ દ્વારા ઇન્સ્ટોલ થાય છે. જયારે આ નવા એર ફાઈબર માં તમારે બિલકુલ રાહ જોવી નહિ પડે. ફક્ત ઉપરોક્ત ડીવાઈસ ખરીદીને લાવો અને પ્લગમાં લગાડો એટલે એકદમ ફાસ્ટ ઈન્ટરનેટ ચાલુ ! હા, એટલે એમાં તમારે પ્લાન તો લેવો પડશે હો. તો થઇ જાઓ તૈયાર કાલ માટે અને તરત જ લઇ આવો Jio AirFiber.
જિયો એર ફાઈબર માં અત્યારે બે પ્રકાર ના પ્લાન ઉપલબ્ધ છે. પ્લાન 6 મહિના અને 12 મહિનાની અવધિ માટે લઈ શકાય છે.
જિયો એર ફાઈબર પ્લાન 599 રૂપિયા + GST માસિકથી શરૂ થાય છે. જિયો એર ફાઈબર એ ઇંટીગ્રેટિડ એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન છે જે હોમ એન્ટરટેઇનમેન્ટ, સ્માર્ટ હોમ સર્વિસ અને હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ જેવી સર્વિસ આપશે.કંપનીએ અમદાવાદ, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, કોલકાતા, બેંગલુરુ, ચેન્નાઈ અને પુણેમાં જિયો એર ફાઈબર સેવાને રજુ કરી છે.
કંપનીએ બજારમાં એર ફાઈબર અને એર ફાઈબર મેક્સ નામના બે પ્લાન લોન્ચ કર્યા છે. એર ફાઇબર પ્લાનમાં ગ્રાહકને બે પ્રકારના સ્પીડ પ્લાન મળશે, 30 Mbps અને 100 Mbps.
- 30 Mbps પ્લાનની કિંમત 599 રૂપિયા
- 100 Mbps પ્લાનની કિંમત 899 રૂપિયા
બંને પ્લાનમાં ગ્રાહકને 550 થી વધુ ડિજિટલ ચેનલ્સ અને 14 એન્ટરટેઈનમેન્ટ એપ્સ મળશે.
What will be the installation charge for Jio AirFiber?
આમાં કોઇપણ પ્રકારનો ઈંસ્ટોલેશન ચાર્જ નથી , કારણ કે આમાં કોઈ પણ પ્રકારનું ઈંસ્ટોલેશન કરવા ની જરૂર પડતી નથી. આ એક પ્લગ અને પ્લે પ્રકાર ની ડીવાઈસ છે.