Navratri 2022 – Durga Puja – નવરાત્રી પહેલા આટલી વસ્તુ ઘરમાંથી દુર કરો.
Navratri 2022 – Durga Puja : નવરાત્રિમાં મા દુર્ગાના આગમન પહેલા ઘરની સારી રીતે સફાઈ કરવી જરૂરી છે. એવું કહેવાય છે કે સ્વચ્છતા વિના ઘરમાં દેવીની પૂજા કરવી અશુભ છે. નવરાત્રિ ની સફાઈ દરમ્યાન કેટલીક ખાસ વસ્તુઓ એવી છે કે જે તમારા ઘરમાં હોય તો દુર્ગા માતા ના પ્રવેશ પહેલા ઘરમાં થી દુર કરવી જરૂરી છે.
26 સપ્ટેમ્બર થી 05 ઓક્ટોબર સુધી નવરાત્રિ ચાલશે. સ્વચ્છતા વિના ઘરમાં દેવીની પૂજા કરવી અશુભ છે. સફાઈ દરમ્યાન કેટલીક ખાસ વસ્તુઓ એવી છે કે જે તમારા ઘરમાં હોય તો દુર્ગા માતા ના પ્રવેશ પહેલા ઘરમાં થી દુર કરવી જરૂરી છે.
Navratri 2022 – Durga Puja : Remove five inauspicious things throw out from house before navratri
લસણ-ડુંગળી- નવરાત્રિમાં દેવી માતા પોતાના ભક્તોના ઘરે આખા નવ દિવસ સુધી નિવાસ કરે છે. આવી સ્થિતિમાં ઘરના વાતાવરણને શુદ્ધ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. તેથી નવરાત્રિની સફાઈમાં કાંદા, લસણ, ઈંડા, માંસ, માછલી કે શરાબ જેવી વસ્તુઓ ઘર માં રાખવી ના જોઈએ અને હોય તો દુર કરી દેવી જોઈએ.
Also read : સૂર્ય શુક્ર યુતિ 2022 ની તમારા પર શું અસર થશે
નવરાત્રિની સફાઈમાં જૂના કપડા અથવા ન વપરાયેલ બુટ અને ચપ્પલ પણ ઘરની બહાર ફેંકી દેવા જોઈએ. આ સિવાય ઘરમાંથી તૂટેલા કાચ કે તૂટેલા વાસણો પણ દુર કરી દો. ઘર ના કોઈપણ ખૂણા માં ના વપરાયેલી વસ્તુઓ , નક્કામી વસ્તુઓ ના હોવી જોઈએ. જે વસ્તુ બગડેલી કે બી ઉપયોગી હોય તે ક્યારેક કામ આવશે એમ વિચારી ને રાખી હોય તો તે જો છ મહિના થી વધારે સમય થી એમ જ પડી હોય તો એનો ઉપયોગ કરવા નું શરુ કરી દયો અથવા કોઈને એને જરુરુ હોય એને આપી દયો અથવા ફેંકી દયો. બિલકુલ ઉપયોગી ના હોય એવી નકામી વસ્તુઓ નેગેટીવ એનર્જી ઘરમાં લાવે છે તો આમ ના થાય અને પોઝિટીવ વાતાવરણ જળવાઈ રહે તે માટે આવી વસ્તુઓ તરત જ દુર કરો.
જો ઘરમાં દેવી-દેવતાઓની ખંડિત એટલે કે તુટેલી મૂર્તિ હોય તો તેને તરત જ હટાવી દો. આવી જ રીતે દેવી દેવતાઓ ની તસવીરો પણ જો ફાટેલી કે નુકસાન પામેલી હોય તો તેને ના રાખો. નવરાત્રિની સફાઈ કર્યા પછી તેમને નદી કે તળાવમાં વિસર્જિત કરી દેવા જોઈએ. ઘરના મંદિરમાં રાખવામાં આવેલી આવી મૂર્તિઓ તમારા દુર્ભાગ્યનું કારણ બની જાય છે.
જો તમારા ઘરમાં ક્યાંક બંધ કે બિનઉપયોગી ઘડિયાળ પડી હોય તો તેને ઘરમાંથી હટાવી દયો. ઘરમાં બંધ ઘડિયાળ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. બંધ ઘડિયાળ રાખવાથી તમારો સમય અટકી જાય છે અને પ્રગતિ રોકાઈ જાય છે.
ઘરના રસોડામાં ખરાબ થયેલી / વાસી / સડેલી ખાવા પીવા ની ચીજો હોય તો તે તુરંત દુર કરી દયો. અન થી પણ માં દુર્ગા નારાજ થાય છે , માટે રસોડામાં ચોખ્ખાઈ રાખવી સૌથી વધારે જરૂરી છે. ખાસ કરી ને એવી વસ્તુઓ કે જેની Expiry Date સમાપ્ત થઇ ગઈ હોય એવી વસ્તુઓ નો તુરંત નિકાલ કરવો જોઈએ.
Also Read : 3 ઓક્ટોબરથી શનિદેવ ચાલશે સીધા, આ 5 રાશિઓ માટે રહેશે સારા દિવસો
बहोत ही सुंदर मार्गदर्शन । मैं आप के बताये हुए कुछ उपाय आज से ही शुरू कर रहा हु । आप का आशीर्वाद चाहिए ।