Ketu Remedy in Gujarati-કેતુ ના ઉપાય
કેતુ ના ઉપાય :
Ketu Remedy in Gujarati : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળી માં કેતુ દોષ હોય છે તેમના જીવનમાં ખરાબ ટેવો ઉત્પન્ન થાય છે. જેના કારણે તેમને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેતુનો સ્વભાવ ક્રૂર છે તેથી જ વ્યક્તિ માટે તેના તેની ખરાબ અસરોથી છુટકારો મેળવવાની રીતો જાણવી મહત્વપૂર્ણ બની જાય છે.
Ketu Remedy in Gujarati : રાહુ અને કેતુ થી સર્જાતી સમસ્યાઓ લગભગ સમાન જ હોય છે પરંતુ એમના ઉપાય અલગ હોય છે. જો તમારું જીવન બધી રીતે બરાબર ચાલતું હોય અને અચાનક ધંધો ઠપ્પ થઇ જાય કે પારિવારિક સમસ્યા આવી જાય , પતિ પત્ની વચ્ચે અણબનાવ થાય કે કોઈ બીમારી આવી જાય તો શકાય છે કે એ રાહુ અથવા કેતુ નો પ્રભાવ હોય.
આજે આ લેખ માં આપણે કેતુ થી સર્જાતી સમસ્યાઓ ના ઉપાયો વિષે ચર્ચા કરીશું . જો તમે રાહુ ના ઉપાયો જાણવા ઇચ્છતા હો તો અહી ક્લિક કરો .
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તમારા જીવનમાં જો કોઈ પરેશાની હોય તો મોટા ભાગે એ રાહુ અથવા કેતુ દોષ ના લીધે હોય છે. જો તમારી સમસ્યા રાહુ દોષ અથવા કેતુ ના લીધે હશે તો તમે જરૂર એનાથી મુક્ત થઇ શકશો. રાહુ અને કેતુ આ બે એવા ગ્રહો છે જેનું નામ કોઈને પણ ડરાવે છે.
કુંડળીમાં બાકીના ગ્રહો કેવા છે, આ વાતની કોઈને પરવા નથી, પણ રાહુ-કેતુની જીવન પર શું અસર થશે, અથવા જીવન પર કેવી અસર પડશે, તે જાણવાની સૌને ઉત્સુકતા હોય છે . અહી રજુ કરીએ છીએ એક વિસ્તૃત સંશોધન આધારિત લેખ કે જે ખુબ જ સચોટ માનવામાં આવતી લાલ કિતાબ પર આધારિત છે.
રાહુ-કેતુને જ્યોતિષની ભાષામાં છાયા ગ્રહો કહેવામાં આવે છે. આ બંને છાયા ગ્રહો જાતક ના જીવન માં રાજયોગ પણ બનાવી શકે છે અને જો કોઈ વ્યક્તિની કુંડળીમાં તેમની સ્થિતિ દુષિત હોય તો તે જાતકને રાજા માંથી રંક પણ બનાવી શકે છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર હેઠળ રાહુ-કેતુને શાંત અને ખુશ રાખવાના ઘણા ઉપાયો છે, જે તમારી કુંડળીના આધારે જ યોગ્ય સાબિત થઈ શકે છે. આ લેખ દ્વારા, અમે તમને જણાવીશું કે રાહુ-કેતુની અસરો અને તેમને સંબંધિત ઉપાયો વિશે લાલ કિતાબ માં શું ઉપાયો બતાવેલ છે , જો કે સાવ સચોટ ઉપાય માટે તો તમારી જન્મ કુંડળી ને આધારે જ નિદાન થઇ શકે પણ આ બધા ઉપાયો પણ સફળ તો થઇ શકે છે.
Ketu Dosha Symptoms : કેતુ દોષ ના લક્ષણો :
- ચામડીના રોગનું થવા નું જોખમ રહે છે.
- સાંધાનો દુખાવો
- શરીરમાં નસો ની નબળાઇ અનુભવાય.
- સાંભળવા માં તકલીફ થાય.
- વારંવાર ઉધરસ
- ખરાબ ટેવો
- સંતાન પ્રાપ્તિ ની સમસ્યાઓ
- કરોડરજ્જુની સમસ્યા
- પથરીની સમસ્યા
- બાળક ને લગતી સમસ્યા .
Ketu Remedy in Gujarati : કેતુ ના ઉપાય
કેતુને પિંડ ગ્રહ માનવામાં આવે છે અને તેનો દિવસ રવિવાર છે. રાહુ અને કેતુ મિત્ર છે, પરંતુ મંગળને તેનો શત્રુ ગ્રહ માનવામાં આવે છે. સૂર્ય, બુધ, ગુરુ અને શનિ તેના સમ ( Neutral Planets ) ગ્રહો છે. કુંડળીનું છઠ્ઠું ઘર કેતુનું પોતાનું ઘર માનવામાં આવે છે. લાલ કિતાબની ભાષામાં ચંદ્રને દૂધ અને કેતુને લીંબુ કહેવામાં આવે છે, આ બંને વચ્ચે કોઈ મેળ નથી.
કેતુનું ચંદ્ર સાથે બેસવાથી ગ્રહણ યોગ બને છે. ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે અને ચંદ્ર સાથે કેતુનું બેસવું માનસિક શાંતિમાં ખલેલ પહોંચાડે છે.
ભાણેજ , પગ, પારણું, ઉંદર, પક્ષી, ગુપ્તાંગ, તલ, કરોડરજ્જુ, ડુંગળી અને લસણનો આટલી બાબતો નો સંબંધ કેતુ સાથે છે.
એક જ ભાવ માં કે એક જ ઘર માં મંગળ અને કેતુની હાજરી બંનેને દુષ્પ્રભાવો આપવાની ફરજ પાડે છે. આ સિવાય બુધ અને કેતુનું પણ એક જ ઘરમાં હોવું અશુભ છે. પરંતુ જો કેતુ ગુરુ સાથે બેઠો હોય તો તે મોટા ભાગે ખરાબ પરિણામ નથી આપતો.
જન્મ કુંડળી માં 1, 2, 5, 7, 10, 12 ઘરો માં કેતુ હોય તો શુભ માનવા માં આવે છે અને જો 3, 4, 6, 8, 9, 11 ઘર માં હોય તો અશુભ માનવા માં આવે છે.
કેતુ ના લાલ કિતાબ મુજબ ઉપાયો : Ketu Remedy in Gujarati as per Lal Kitab
લાલ કિતાબ અનુસાર જો કેતુ પ્રથમ સ્થાનમાં હોય તો લોખંડની ગોળી ને લાલ રંગથી રંગ કરીને પોતાની પાસે રાખો
વધારે માહિતી માટે : Remedy for Ketu in first house : Ketu in 1st house
કેતુ બીજા સ્થાન માં હોય તો કપાળ પર તિલક લગાવો, ગરીબોને ધાબળા અથવા કપડાનું દાન કરો
વધારે માહિતી માટે : Remedy for Ketu in second house : Ketu in 2nd house
જો કેતુ ત્રીજા ભાવમાં બેઠો હોય તો વહેતા પાણીમાં કઠોળ વહેવડાવવાથી લાભ થાય છે.
વધારે માહિતી માટે : Remedy for Ketu in third house : Ketu in 3rd house
Remedy for Ketu in fourth house : Ketu in 4th house
જો કેતુ કુંડળીના ચોથા ભાવમાં હોય તો પીળા રંગની વસ્તુઓ પૂજારીને દાન કરો.
Remedy for Ketu in fifth house : Ketu in 5th house
જો કેતુ પાંચમા ભાવમાં હોય તો રાત્રે તમારા ઓશિકા પાસે મૂળા રાખીને સૂવું જોઈએ,
સવારે તેને મંદિરમાં દાન કરવું જોઈએ.
Remedy for Ketu in sixth house : Ketu in sixth house
જો કેતુ 6ઠ્ઠા ઘરમાં હોય તો તમારે 6 ડુંગળી ઘર ની બહાર ખુલ્લી જમીનમાં દબાવીને દાટી દેવી જોઈએ.
Remedy for Ketu in seventh house : Ketu in 7th house
સાતમું ઘર શુક્રનું ઘર છે અને કેતુ-શુક્ર મિત્રો છે. આથી સાતમા ભાવમાં કેતુ શુભ ફળ આપે છે.
Remedy for Ketu in eight house : Ketu in 8th house
આઠમું ઘર મંગળનું છે અને મંગળ કેતુ એકબીજાના શત્રુ છે.
અહીં કેતુ ખૂબ જ અશુભ ગણાય છે. જો કેતુ આ સ્થાન પર હોય તો તમારે નિયમિત રીતે ગણેશજીની પૂજા કરવી જોઈએ.
Remedy for Ketu in twelfth house : Ketu in 12th house
બારમા ભાવમાં બેઠેલા કેતુની બાળક પર ખરાબ અસર પડે છે.
આવી સ્થિતિમાં, દૂધમાં અંગૂઠો નાખીને ચૂસવું એ એક સારો ઉપાય છે.
કેતુ દોષ નિવારણ ના અન્ય ઉપાયો :
દર શનિવારે પીપળા ના ઝાડ નીચે ગાય ના ઘી નો દીવો કરવો.
રવિવારે મીઠું દહીં / શીખંડ અથવા શીરો નાની કન્યાઓ ને જમાડો .
કેતુ ના ઉપાય તરીકે લહાસુનીયા ( Cats Eye ) નામનું રત્ન કોઈ જાણકાર ને કુંડળી બતાવી ને પહેરવું.
આ રત્ન તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. એમેઝોન માં થી મંગાવવા માટે અહી ક્લિક કરો.
દરરોજ કેતુ ના બીજ મંત્ર ॐ स्रां स्रीं स्रौं सः केतवे नमः॥ નો 108 વાર જપ કરો.
આ મંત્ર નો વિડીઓ જોવા માટે નીચે જુઓ.
અહી આપેલ બધી માહિતી અમારા નિષ્ણાંતો દ્વારા સંશોધન કરી ને તૈયાર કરવા માં આવેલ છે તથા Copyright Act થી સુરક્ષિત છે , આથી કોઈપણ રીતે નકલ કરવી નહિ.
રાહુ ના દોષ નિવારણ અંગે માહિતી માટે અહી ક્લિક કરો.
Comments on “Ketu Remedy in Gujarati-કેતુ ના ઉપાય”